મગ પુલાવ

#SFC
આણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે
મગ પુલાવ
#SFC
આણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ને ધોઈ ને ૭ કલાક જેટલો પલાળી રાખો, ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી રહેવા દો
- 2
ત્યારબાદ કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં હીંગ, હળદર નાખીને મગ વઘારી લો તેમાં ૧ કપ પાણી રેડી ત્રણ વ્હીસલ વગાડી લો, મગ કોરા ચડવા જોઇએ
- 3
છુટા ભાત બનાવવા માટે સ્ટીમર માં ચોખામા ૧ કપ પાણી રેડીને ચડવા દો
- 4
હવે લસણની લાલ ચટણી બનાવવા માટે લસણ આદુ પહેલાં વાટો ત્યાર બાદ, લાલ મરચું, મીઠું, ૨ ટીસ્પૂન પાણી રેડીને ચટણી બનાવી લો
- 5
કોબીજ, ટામેટાં, કૅપસીકમ ધોઇ ને ઝીણા સમારી લો
- 6
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, સમારેલા લીલાં મરચાં,તમાલ પત્ર, તજ, લવિંગ નાખીને કોબીજ સાંતળી લો
- 7
કોબીજ સંતળાઈ જાય એટલે કેપ્સીકમ ટામેટાં ઉમેરો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખીને બરાબર સાંતળી લો
- 8
ત્યારબાદ તેમાં લસણની ચટણી નાખીને બાફેલા મગ વઘારી લો ત્યાર બાદ ભાત ઉમેરો લો
- 9
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો બરાબર મિક્ષ કરી લો,મગ પુલાવ તૈયાર થાય એટલે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી મોળા દહીં, પાપડ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક જ પ્લેટ માં પેટ ભરાઇ જાય એવો આ મગ પુલાવ છે
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (9)