રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકર મા જરૂર મુજબ પાણી નાખી ને બાફી લો.ત્યાર બાદ તેની છાલ કાઢી લો.હવે એક મિક્સર મા ટામેટું,લસણ,લાલ મરચું અને મીઠું નાખી ને પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં હિંગ નાખી ને બનાવેલી લસણ ની પેસ્ટ ઉમેરો.જરૂર મુજબ પાણી નાખી ને તેને પાંચ મીનીટ માટે ઉકાળી લો.
- 3
હવે તેમાં લીંબુ નીચોવી લો.ત્યાર બાદ તેમાં ફોલેલા બટાકા નાખો.તેને બરાબર મિક્સ કરી લો.તેને પાંચ મિનિટ માટે કૂક કરી લો.હવે તેને એક પ્લેટ માં કાઢી ઉપર કોથમીર છાંટી સર્વ કરો.
- 4
તો તૈયાર છે ભાવનગરી ભૂંગળા બટાકા.અહી મે સ્પેશિયલ ભાવનગર મા મળતા અને ખવાતા ભૂંગળા સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846718










ટિપ્પણીઓ (2)