કેરી સુદંરી (કેરી ના મીઠા અથાણુ)

કેરી સુદંરી (કેરી ના મીઠા અથાણુ)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા કેરી ઘોઈ,લુછી,છોળી ને નાના નાના પીસ કાપી ને વરાળ થી બાફી લેવુ,કુકર મા પાણી મુકી નીચે રીગં ઉપર ડબ્બા અથવા તપેલી મા પાણી વગર કેરી ના પીસ બાફી લેવુ 2વ્હીસલ થાય ગેસ બંધ કરી દેવુ કેરી ને થોડા સોફટ કરવાના બહુ કુક નથી કરવાના
- 2
હવે કઢાઈ મા ખાંડ અને ખાંડ ડુબે એટલુ પાણી નાખી ગેસ ઉપર મુકવુ અને તવેથા થી હલાવતા રહેવુ, ખાંડ ઓગળે,બાફેલા કેરી ના પીસ એડ કરી દેવુ, જયારે ચસણી મા કેરી ના પીસ સોફટ થઈ ને કુક ના થાય હલાવતા રહેવુ, 15 મીનીટ માજ ચાસણી ગાઢી એક તાર ની થઈ જશે અને કેરી ના પીસ પણ કુક થઈ જશે.,ગેસ બંધ કરી દેવુ,અને ઠંડા થવા દેવુ
- 3
લગભગ 6 થી 7 કલાક મા બધુ ઠંડુ થઈ જશે,ત્યાર પછી આથાણા ના મસાલા એડ કરી,હલાવુ બધુ બરોબર મિક્સ કરી ને બર્ની મા ભરી લેવુ,આખુ વર્ષ એવા ના એવા રહે છે, રોટલી,ભાખરી,ખિચડી સાથે ખુબ સરસ લાગે છે, ફકત ત્રણ વસ્તુઓ થી સરસ મસાલેદાર ખાટા,મીઠા ટેન્ગી આથાણુ તૈયાર છે..
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)