ભરેલાં ગુંદા નું અથાણું.
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા કાચા ને લીલાં લેવા. ગુંદા ને પાણી થી ધોઈ કોરા કરી લેવા.
- 2
હવે તેને કાગળ પર મૂકી,દસ્તા વડે ભાંગી લેવું. અને તે માંથી ચપ્પુ ની ધાર વડે બી કાઢી લેવા.
- 3
હવે મીઠું, હળદર મિક્સ કરી બધાં ગુંદા પર મીઠા, હળદર વારી આંગળી ફેરવી તેમાં થોડું મીઠું, હળદર અને કેરી નું ખાટું પાણી ઉમેરી 8 કલાક રાખી દેવું.
- 4
કેરી નું ખાટું પાણી બનાવવા2,3 કેરી છીણી તેમાં 1,1 ચમચી હળદર મીઠું મિક્સ કરી 3,4 કલાક રાખી મૂકવું,તેમાંથી પાણી છુટુ પડશે. તેને દાબી પાણી કાઢી લેવું.
- 5
હવે ગુંદા ને કપડાં માં કોરા કરવા રાખવા. 30 મિનિટ તડકે સુકવી ત્યાર બાદ રૂમ માં 2 કલાક સૂકવવા.. હવે કપડાં વડે હળવા હાથે ગુંદા અંદર, બહાર લૂછી લેવા. જેથી વધારાનું મીઠું, હળદર નીકળી જાય...
- 6
હવે ગુંદા માં તૈયાર આચાર મસાલો ભરી,તેને બરની માં ભરી દેવા. આચાર મસાલા ની રીત મે આગળ આપેલી છે. સરસીયું તેલ ગરમ કરી ને ઠંડુ પાડી ઉપર ઉમેરી દેવું. અને ગુંદા ને રોજ એક વાર 7 દિવસ હલાવતા રહેવું. આ ગુંદા બારે માસ સરસ રહે છે.
- 7
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ