કેરી ગુંદા નું અથાણું

કેરી ગુંદા નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી, ગુંદા ને પાણી થી સારી રીતે ધોઈ કોરા કરી દયો.
- 2
- 3
- 4
હવે ગુંદા ને કાગળ પર મૂકી દસ્તા વડે તોડી,અને ચાકુ વડે તેમાંથી બી કાઢી નાંખો, જરૂર લાગે તો ચાકુ ની ધાર પર સહેજ મીઠું લગાવી શકાય. જેથી ગૂંદા ની ચીકાશ દૂર થાય. આ રીતે બધા બી કાઢી નાખી અને કેરી ના કટકા કરો.
- 5
- 6
હવે વાટકી વારુ હળદર, મીઠું મિક્સ કરી કેરી, ગૂંદા માં લગાવો, ગુંદા માં આંગળી વડે લગાવો. અને બધા માં હળદર, મીઠું દેવાઈ જાય તો મોટા તપેલા માં આખી રાત મૂકી દયો.
- 7
- 8
હવે કેરી, ગુંદા ને હળદર, મીઠા ના પાણી માંથી કાઢી 2,3 કલાક કપડાં માં કોરા પડવા દયો. જરૂર લાગે તો 10,15 મિનિટ તડકે સુકવી દયો.
- 9
આખા લાલ મરચાં ને વધેલા હળદર, મીઠા ના પાણી માં 3,4 કલાક બોડી રાખો ત્યાર બાદ મરચા ને પણ કોરા કરવા કપડાં માં સુકવી દયો.
- 10
મસાલો રેડી કરવા એક મોટા થાળ માં બધાં મસાલા લઈ લ્યો(.ગોળ સિવાય)હવે 500 ગ્રામ તેલ ગરમ કરી સહેજ ઠંડુ પાડી બધાં મસાલા માં રેડી મસાલો મિક્સ કરો. અને થોડી વાર રહેવા દયો. હવે તેમાં ગોળ મિક્સ કરો. મસાલો તૈયાર છે.
- 11
- 12
હવે કેરી, ગુંદા ને કપડાં વડે લૂછી દેવું જેથી વધારા નું મીઠું, હળદર નીકળી જાય. ત્યાર બાદ ગુંદા માં તૈયાર મસાલો ભરી દયો અને એક બરણી માં નાખતા આવો. વચ્ચે તેમાં કેરી ને થોડો મસાલો નાખો.અને આખા મરચા ભરી વચ્ચે નાખો.આ રીતે બધા ગુંદા ભરો. અને વધેલો મસાલો બરની માં નાખી બરની બંધ કરી,બરની માં સુતરાવ કપડું ઢાંકણ પર બાંધી દયો.
- 13
બાકી નું તેલ ગરમ કરી, ઠંડી પાડી બરની માં રેળી દયો.
- 14
- 15
રોજ,7 દિવસ સુધી આ અથાણાં ને ચમચા વડે હલાવતા રયો. આ રીતે આખા વર્ષ નું અથાણું તૈયાર કરી શકાય. ને રોજ જમવામાં, રોટલી, ભાખરી, ખીચડી જોડે ઉપયોગ માં લઇ શકાય.
Keywords
Similar Recipes
More Recipes


































ટિપ્પણીઓ