રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળીને કાપી લો, કેપ્સીકમ ને કાપી લો.
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરો, તેમાં કાપેલી ડુંગળી, કાજુ, મગજતરીના બી નાખી દસ મિનિટ ઊકળવા દો.
- 3
હવે તેને ગાળી ઠરવા દો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી કેપ્સીકમ ને સાંતળી લો તેમાં મીઠું નાખો.
- 5
હવે ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો.
- 6
હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી તેલ મૂકી તેમાં બાદિયા લવિંગ લાલ મરચું નાખી બનાવેલી ગ્રેવી ને સાંતળો. થોડીવાર રહે તેલ છુટું પડે પછી તેમાં સાંતળેલા કેપ્સીકમ નાકી તેમાં મરચું હળદર ધાણાજીરું કિચન કિંગ મસાલો નાખી હલાવો.
- 7
હવે છેલ્લે મલાઈ નાખી મિક્સ કરો. કાજુ કેપ્સીકમ ટકાટક ને પરાઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17008896









ટિપ્પણીઓ