ચોખાના લોટની ચકરી સુકવણીની

ઉનાળાની શરૂઆત થાય એટલે મારા ઘરે જુદી જુદી ચૂકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના પાપડ ચોખાની સેવ ચોખાની છોકરી બટાકાની વેફર બટાકા ની સળી. આ બધું મને મારી મમ્મી બનાવતા શીખવ્યું છે. અત્યારે હું આ બધું બનાવીને વેચુ પણ છું અને હવે પ્રમાણે બનાવી પણ આપું છું. આજે ચોખાના લોટની ચકરી બનાવી જેની રેસીપી હું અહીં શેર કરું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચોખાના લોટ ના માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે. જેટલો ચોખાનો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું છે. હવે તપેલામાં પાણી ઉકાળો. તે મરચાની પેસ્ટ મીઠું અને જીરુ ઉમેરી બરાબર ઉકળવા દો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં સોડા નાખી અને ધીરે ધીરે ચોખાનો લોટ ઉમેરતા જવાનું છે. તેમાં ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
- 2
હવે એકદમ બરાબર મિક્સ કરી લો. હવે એક ડીશમાં તપેલા માંથી થોડો લોટ કાઢી તેને ફરી વખત પાંચથી દસ મિનિટ માટે વરાળથી બાફી લો. વરાળથી લોટ બાફવા માટે એક તપેલામાં કે પછી ઢોકળીયાની કુકરમાં પાણી ગરમ કરી લોટને 10 થી15 મિનિટ બાફી દો.
- 3
લોટ બફાઈ જાય એટલે ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી તેમાં લોટ ભરી પ્લાસ્ટિક પર કે પછી કોટન કપડા ઉપર ચકરી પાડી લો. તેને બે દિવસ તાપમાં સુકવો બરાબર સુકાઈ જાય એટલે તેને એક ડબ્બામાં ભરી લો જ્યારે પણ ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી તેમાં તળી લો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ