દૂધી ના મુઠીયા..
દૂધીનું શાક ના ભાવતું હોય તો આ દૂધી ના મુઠીયા બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં ચણા નો લોટ ઉમેરવું, હવે તેમાં છીણેલી દૂધી, લસણ,આદુ ની પેસ્ટ, સમારેલાં મરચાં, સમારેલી કોથમીર, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમમસાલો, લીંબુ નું રસ, ખાંડ, ઉમેરી બધી સામગ્રી મિક્સ કરવી. હવે જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ નરમ લોટ બાંધવું..
- 2
આ લોટ માંથી મુઠીયા બનાવી અથવા રોલ બનાવી સ્ટીમર માં 15 મિનિટ સ્ટીમ કરવા. ત્યાર બાદ મુઠીયા ઠંડા પડે એટલે તેનાં નાના કટકા કરવા. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાય, તલ, હિંગ,મીઠાં લીંબળા ના પાન નો વગાર કરી તેમાં મુઠીયા ઉમેરી મિક્સ કરવા..1,2 મિનિટ મુઠીયા સાંતળી ઉપર કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરવા. આ મુઠીયા ગ્રીન ચટણી, દહીં અથવા ચા જોડે ખાઈ શકાય છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22601440





ટિપ્પણીઓ (2)