દૂધપેંડા

#મીઠાઈ દૂધ પેંડા એક ઝડપથી અને સહેલાઈથી બની જતી મીઠાઈ છે. ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમય માં બની જાય છે. અને બધા ને ભાવે પણ છે. આમાં વપરાતી સામગ્રી સરળતાથી મળી પણ જાય છે. જ્યારે કોઈ તહેવાર માં સમય ખૂબ ઓછો હોય તો તમે સરળતાથી આ મીઠાઈ બનાવી શકો છો.
દૂધપેંડા
#મીઠાઈ દૂધ પેંડા એક ઝડપથી અને સહેલાઈથી બની જતી મીઠાઈ છે. ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમય માં બની જાય છે. અને બધા ને ભાવે પણ છે. આમાં વપરાતી સામગ્રી સરળતાથી મળી પણ જાય છે. જ્યારે કોઈ તહેવાર માં સમય ખૂબ ઓછો હોય તો તમે સરળતાથી આ મીઠાઈ બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન લો તેમાં દૂધ, મિલ્ક પાવડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે પેન ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો. મિશ્રણ ને ધીમા તાપે સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહીં.
- 3
થોડી જ વાર માં મિશ્રણ ઘાટું થઈ ને પેન ને છોડવા લાગશે અને ભેગું થઈ એક મોટા પેંડા જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
હવે ગેસ બંધ કર્યા પછી મિશ્રણ ને સતત હલાવતા રહો અને મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો.
- 5
મિશ્રણ સહેજ ઠંડુ થાય કે હાથ માં સહેજ ઘી લગાવી મિશ્રણ ને કેળવી લો અને તેમાંથી મોટો ગોળો લઈ આદની પણ કે થાળી પર બટર પેપર અથવા તો પ્લાસ્ટિક પાથરી થોડો મોટો રોટલો વણો.
- 6
રોટલો બહુ જાડો કે પાતળો ના વણવો. પછી તેના પર ઈલાયચી પાવડર, પીસ્તા પાવડર અને ગુલાબ ની પત્તિઓ ભભરાવી એક વેલણ ફેરવો જેથી તે સરસ રીતે ચોંટી જાય.
- 7
હવે તમને મનગમતો આકાર આપો અથવા નાની કટોરી લઈ ગોળ કાપી લો અને બાકી ની સાઈડો કાઢી લો.
- 8
હવે આ પેંડા ઉપર લાકડી ની પટ્ટી થી ચાંદી નો વરખ લગાવો અને 20 થી 25 મિનીટ માટે રેસ્ટ આપો પછી ઉપયોગ માં લો.
- 9
આ પેંડા બહાર 3 દિવસ અને ફ્રિજ માં 10 દિવસ સુધી રાખી શકાય છે.
- 10
આ મીઠાઈ બનાવતી વખતે ખાસ નોનસ્ટિક પેન જ ઉપયોગ માં લેવું તેમજ બધી સામગ્રી મિક્સ કરી પછી જ ગેસ પર પેન મૂકવું. જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારેજ તેમાંથી પેંડા બનાવવા. ઠંડુ થયાં પછી મિશ્રણ કડક થઈ જશે. જે ધ્યાન માં રાખવું.
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ