રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં બટર અને તેલ ગરમ કરી તેમાં તજ, લીલું મરચું ના ટુકડા, ઈલાયચી, લવીંગ, લસણ, આદુ ઉમેરી બધું સાતંળી લો. ત્યારબાદ ડુંગળી નાખી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતંળો.
- 2
ડુંગળી સોનેરી રંગની થાય ત્યારે ગેસ ધીમો કરી લાલ મરચું, હળદર, ધાણાજીરું,મીઠું મિકસ કરી ટામેટા ઉમેરી બરાબર મીકસ કરી 5 -7 મિનિટ ઢાંકણથી ઢાંકીને પકાવો.
- 3
બીજી બાજુ એક બાઉલ માં દહીં લઇ તેમાં પનીર ના ટુકડા, કેપ્સિકમ ના ટુકડા, ડુંગળી ના ટુકડા બધું ભેગું કરી તેમાં એક ચમચી તેલ નાખી ને ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, કસૂરી મેથી, ચણા નો લોટ, લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા દો.
- 4
હવે મેરિનેટ ના મિક્સચર ને એક પેન માં તેલ મૂકી ને બધી બાજુ થી શેકવું.
- 5
હવે મેરીનેટ મિક્સચર ને ગ્રેવી માં ઉમેરી બરાબર મીકસ કરી 5 મિનિટ ધીમી આંચે શાકને પકાવો, ત્યારબાદ કાજુ ની પેસ્ટ,ગરમ મસાલો, કસૂરી મેથી (હાથ ની કચડી ને)અને કોથમીર નાખી મીકસ કરી એક મિનિટ પછી ગેસ બંધ કરી દો.
તો તૈયાર છે પનીર લઝીઝ.. તેને રોટલી કે નાન સાથે ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ