કૂકર બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ કરી ને તેમાં 1 નંગ ડુંગળી લાંબી કાપીને ગોલ્ડન કલર ની થઇ ત્યાં સુધી સેકી... સાઈડ માં કાઢી લો... ત્યાર બાદ તે જ તેલ માં જીરું અને તેજ પત્તા નો વઘાર કરી. તતડે એટલે તેમાં બદીયા અને આદુ લસણ ની પેસ્ટ નાખી... ત્યાર બાદ તેમાં બીજી 1 નંગ ડુંગળી ઝીણી સમારી નાખો અને તે ગોલ્ડન થઇ જાય એટલે તેમાં ટામેટા અને બીજા બધા શાક ઝીણા સમારી નાખવા...ત્યાર બાદ તેમાં લાલ મરચું, હળદર, મીઠુ, બિરયાની મસાલો નાખી. મસાલા માંથી તેલ છૂટે ત્યાં સુધી ધીમા તાપે મસાલો શેકવા દેવો ત્યાર બાદ તેમાં દહીં નાખવું...
- 2
દહીં ને મસાલા સરસ રીતે ભળી જાય એટલે તેને કુકર માં એક સમાન રીતે પાથરવા, ત્યાર બાદ તેમાં ઉપ્પર બાસમતિ ચોખા ધોઈ તેનું લેયર કરવું... ચમચા થી બિરયાની હલાવી નહિ... ત્યાર બાદ તેમાં 2 ગ્લાસ પાણી અને કેસર નું દૂધ નાખી ને... 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરી... પછી કૂકર ઠંડુ પડે ત્યાં સુધી તેને અંદર દમ લાગવા દેવો જેથી મસાલા સારી રીતે ચોખા માં ચડે.... ત્યાર બાદ બિરયાની ને હળવા હાથે ચમચા થી કાઢી સર્વ કરવું ઉપર તળેલી ડુંગળી અને કોથમીર નાખવી...
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ