ઇન્સ્ટન્ટ વોલનટ બ્રાઉની

#કાંદાલસણ
અત્યારે લોક ડાઉન ચાલી રહ્યું છે અને કૂકપેડ માં કાંદા લસણ વિના ની વાનગી સ્પર્ધા ચાલી રહી છે. તો ઘર માં હોય તેવી જ સામગ્રી નો મે ઉપયોગ કરી ને બનાવી છે ઇન્સ્ટન્ટ બ્રાઉની. જે બધા ની જ પ્રિય હોય છે. જેને બનાવવા તમારે નથી ઓવેન ની પણ જરૂર. સરળ રીતે તમે આને કુકર મા બનાવી ને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
ઇન્સ્ટન્ટ વોલનટ બ્રાઉની
#કાંદાલસણ
અત્યારે લોક ડાઉન ચાલી રહ્યું છે અને કૂકપેડ માં કાંદા લસણ વિના ની વાનગી સ્પર્ધા ચાલી રહી છે. તો ઘર માં હોય તેવી જ સામગ્રી નો મે ઉપયોગ કરી ને બનાવી છે ઇન્સ્ટન્ટ બ્રાઉની. જે બધા ની જ પ્રિય હોય છે. જેને બનાવવા તમારે નથી ઓવેન ની પણ જરૂર. સરળ રીતે તમે આને કુકર મા બનાવી ને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી કુકર માં મીઠું પાથરી અને સ્ટેન્ડ મૂકી ને તેને ઢાંકી, ધીમા તાપે પ્રી હિટ થવા મૂકી દો.
- 2
હવે એક મિક્સર ની જાર લો તેમાં બિસ્કીટ નાખી ને ફાઈન પાઉડર બનાવી લો. અહિયાં મે ઓરીઓ બિસ્કીટ ક્રીમ સાથે જ લીધા છે.
- 3
હવે આ પાઉડર ને એક બાઉલ માં કાઢી લો.
- 4
તેમાં કોફી પાઉડર અને કોકો પાઉડર નાખી ને મિક્સ કરી લો.
- 5
સાથે સાથે ૧ મોટી ચમચી જેટલા કાજુ અને અખરોટ ના બારીક ટુકડા નાખી મિક્સ કરી લો.
- 6
હવે એક પેન માં દૂધ ગરમ કરવા મૂકો.
- 7
દૂધ હુંફાળું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 8
હવે આ દૂધ માં ચોકલેટ નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 9
ચોકલેટ દૂધ માં સરસ ભળી જાય એટલે તેને ધીરે ધીરે પાઉડર સામગ્રી માં નાખી ને મિક્સ કરી લો.
- 10
હવે તેમાં તેલ અને વનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો.
- 11
હવે એક બેકિંગ મોલ્ડ અથવા એલ્યુમિનિમ ની ડિશ માં બટર લગાવી ને તેમાં બટર પેપર પાથરો.
- 12
હવે મિશ્રણ માં બેકિંગ પાઉડર નાખી ને મિક્સ કરી લો.
- 13
આ મિશ્રણ ને તૈયાર કરેલા વાસણ માં નાખી દો.
- 14
ઉપર થી કાજુ અને અખરોટ ના ટુકડા નાખો.
- 15
હવે તેને કુકર મા મુકી ને ઢાંકી દો.
- 16
૧૫-૨૦ મિનિટ માટે બેક કરી લો.
- 17
ત્યારબાદ તેને કાઢી લો અને ૫ મિનિટ માટે ઠંડી થવા દો.
- 18
ત્યાર બાદ તેને બટર પેપર માંથી કાઢી ને ચોરસ આકાર ના ટુકડા કાપી લો.
- 19
તેના પર હોટ ચોકલેટ સોસ પોર કરી ને સર્વ કરો.
- 20
તો ગરમા ગરમ ઇન્સ્ટન્ટ બ્રાઉની તૈયાર છે.
- 21
નોંધ: તમે અહીંયા કોઈ પણ પ્રકાર ના ચોકલેટ બિસ્કીટ યુઝ કરી શકો છો. અને જો સાદા બિસ્કીટ હોય જેમ કે પાર્લે, મારી ગોલ્ડ તો તમે કોકો પાઉડર વધારે ઉમેરી શકો છો. તમે આ બ્રાઉની ને ફ્રીજ માં પણ સેટ કરી શકો છો. તેના માટે તેમાં બેકિંગ પાઉડર ઉમેરવો નહિ.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ