બેસન નાનખટાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ખાંડ અને બેકિંગ પાવડર મિક્સ કરી એકવાર ચાળી લો, એલચી પાવડર એડ કરો ને થોડું થોડું ઘી નાખતા જઇ મીડીયમ કણક બાંધી લો. (કોઇ વાર ઘી 1,2 ચમચી વધે છે એટલે એકસાથે બધું ઘી એડ નહિ કરવું પણ થોડું થોડું નાખવું.)
- 2
કણકના 7 ભાગ કરી ગોળ વાળી સહેજ દબાવીને ઉપરથી અડધી બદામ લગાવી દો. એક પ્લેટ માં ઘી લગાવી બધી નાનખટાઈ ગોઠવી દો.
- 3
એક કડાઈ કે જાડા તળીયા વાળા વાસણ માં મીઠું નાખવું ઉપર સ્ટેન્ડ મુકી પ્રીહીટ કરી બિસ્કીટ ની પ્લેટ મુકી ઢાંકી ને ધીમા તાપે 15 મિનિટ થવા દેવું. પછી ચેક કરી લેવું, સ્હેજ બદામી ઝાંય લાગે તો થઈ ગયું હોય નહિ તો બીજી 5 મિનિટ થવા દેવું. તાપ ધીમો જ રાખવો. ઠંડી થાય પછી પ્લેટ માં થી કાઢવી.
- 4
નોંધ :- મેંદા કરતાં બેસન ની નાનખટાઈ જલદી થઈ જાય છે એટલે બળે નહિ તેનુ ખાસ ધ્યાન રાખવું. ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે, મીઠાઈ ની જગ્યાએ ચાલી જાય જમ્યા પછી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11451690










ટિપ્પણીઓ