રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#રેસ્ટોરન્ટ

આજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપ તાજું દહીં
  2. ૪ કપ ઠંડુ પાણી
  3. ૧ ચમચી શેકેલું જીરું પાવડર
  4. ૧/૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  5. ૧/૨ ચમચી સંચળ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧/૪ ચમચી જીરું
  8. ચપટીહીંગ
  9. ૨ ચમચી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીંમાં ઠંડુ પાણી ઉમેરીને હેન્ડ બ્લેન્ડર વડે વલોવીને છાશ બનાવો. છાશ બનાવવા માટે દહીં ઘટ્ટ, તાજું અને સહેજ ખટાશ પડતું લેવું તો છાશ વધુ સ્વાદિષ્ટ બનશે.

  2. 2

    ત્યારબાદ તેમાં શેકેલું જીરું પાવડર, સંચળ, મીઠું, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    એક તડકાપેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ ઉમેરી સહેજ તતડે એટલે ગેસ બંધ કરી તેને છાશમાં ઉમેરી મિક્સ કરો. તેમાં સમારેલી કોથમીર ઉમેરો.

  4. 4

    કાચનાં ગ્લાસમાં સર્વ કરી ઉપરથી જીરું ભભરાવી કોથમીરની ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
In story..you mentioned... about they add mummra powder...in restaurant....
Even I heard ...at wedding they served this masala chaas made from mummra powder...to make thick.

Similar Recipes