રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાત્રે વટાણા ને પલાળી રાખો.
- 2
સવારે વટાણા અને બટેકા ને બાફી લો
- 3
ત્યાર બાદ ડુંગળી અને ટામેટાં ને સમારી લો અને આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવો
- 4
બફાય ગયેલા બટેકા અને વટાણા ને એક વાસણ માં કાઢી લો
- 5
હવે તેલ મૂકી તેમાં હિંગ નાખી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો ત્યાર બાદ સમારેલા ટામેટાં અને ડૂંગળી નાખી સાંતળવા દો
- 6
સાતલાય ગયા પછી વટાણા અને બાફેલા બટાકા ને ક્રશ કરીને નાખો પછીં તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું અને હળદર નાખો
- 7
હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખી ને થોડી વાર ઉકળવા મુકો.
- 8
ઉકાળી ગયા પછી રગડો તૈયાર છે.
- 9
પાવ ના કટકા કરી તેની પર ગરમ રગડો નાખી તેની પર કોથમીર, ડૂંગળી, લીલું મરચું અને સેવ નાખીને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11826320




ટિપ્પણીઓ