સાબુદાણા અને ટમેટાના મુરખા

કાંદા લસણ વિના ની રેસિપી નાસ્તા - ફરાળ માટે મુરખાં બાર મહિના સુધીનો સંગ્રહ હાલ ના સમય નો સદુપયોગ
સાબુદાણા અને ટમેટાના મુરખા
કાંદા લસણ વિના ની રેસિપી નાસ્તા - ફરાળ માટે મુરખાં બાર મહિના સુધીનો સંગ્રહ હાલ ના સમય નો સદુપયોગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે ત્રણ વાર પાણી થી ધોઈ વધુ પાણી નાખીને છ સાત કલાક સુધી પલાળી રાખો થોડું પાણી રાખી વધારાનું પાણી કાઢી લો મોટો જાડા તળીયાવાળો ટોપ લેવો ગેસ પર મૂકી તેમાં પલાળી રાખેલ સાબુદાણા પાણી સાથે નાખી નીચે ચોટે નહીં એવી રીતે હલાવતા રહેવું
- 2
ટમેટાના કટકા કરી કુકરમાં બાફી લો (પાણી નાખવાનું નથી) ત્રણ ચાર સીટી થવા દેવી કુકરમાં ઠંડુ થયા પછી બ્લેંડર થી એકરસ કરી લેવું
- 3
મોટા સ્ટીલ ના ગરણામાં ગાળીને તૈયાર થયેલ પલ્પ સાબુદાણા માં રેડીને હલાવતા રહેવું સાથે જરૂર મુજબ મીઠું નાખી એકધારા હલાવતા રહેવું સાબુદાણા બફાઈ જાય અને એકરસ થાય લચકા જેવું થાય ત્યારે
- 4
તેમાં દોઢ ચમચો તપકીરનો લોટ નાખી હલાવતાં રહેવું તવેથાથી લચકો નીચે પડે એટલે તેમાં દોઢ ચમચો લાલ મરચાં નો પાવડર નાખીને સારી રીતે ભેળવી નીચે ઉતારી ઠંડુ થવા દેવું
- 5
ઠંડુ થયા પછી સંચામાં મુરખાં ની જાળી નાખી સંચામાં તૈયાર કરેલ સાબુદાણા - ટમેટાનો માવો ભરી પ્લાસ્ટિક ઓછાડ ઉપર મુરખાં પાડી લેવા લગભગ પંદર જેટલા સંચા થશે પંખા નીચે રાખી સુકાવા દેવા
- 6
સુકાઈ જાય એટલે તેને બે ત્રણ દિવસ તડકામાં સુકવી અને પછી ભરી લેવા અને જ્યારે જોઈએ તે પ્રમાણે લેવા અને તેલ માં તળી લેવા તો તૈયાર છે નાસ્તા માટે મુરખાં અને એ પણ ફરાળી
- 7
નાનાં બાળકો થી લઈ મોટા વડીલો સૌ કોઈ પણ વ્યક્તિ માટે નાસ્તા અને ફરાળ માટે મુરખાં બાર મહિના સુધી ઉપયોગ કરી શકે છે
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ