દૂધી- મેથીની ભાજી ના રસિયા

#કાંદાલસણ વિના ની રેસિપી સ્વાદિષ્ટ - લિજ્જતદાર સુપાચ્ય છે
દૂધી- મેથીની ભાજી ના રસિયા
#કાંદાલસણ વિના ની રેસિપી સ્વાદિષ્ટ - લિજ્જતદાર સુપાચ્ય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધની છાલ ઉતારી ખમણી તેમાં મેથીની ભાજી મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ હિંગ સાજીના ફૂલ નાખી મસળી લેવું
- 2
તેમાં ઘંઉ નો લોટ અને ચણાનો લોટ નાખી હલાવતાં રહેવું ભજીયા પડે તેવો લોટ રાખવા માટે જરૂર મુજબ પાણી નાખવું લોયામા તેલમાં રાય મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો
- 3
તેમાં અર્ધી ચમચી લાલ મરચાં નો પાવડર નાખીને ઉકળવા દો તેમાં નાની નાની ગોળી ભજીયા ની જેમ નાખો હવે
- 4
બે ચમચી જેટલો લોટ રહેવા દો અને પછી પા કપ જેટલું પાણી નાખીને હલાવી લેવું
- 5
આ પાણી રસિયા બને છે તેમાં નાખી દો જેથી ઘાટો રસો થાય છે થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો અને ગરમ ગરમ સર્વ કરો
- 6
સાંજે શું કરવું? ઝડપથી બનતાં દૂધી- મેથીની ભાજી ના રસિયા સ્વાદિષ્ટ લિજ્જતદાર અને સુપાચ્ય છે સાથે બીજું કશું જ ન હોય તો પણ ચાલશે -
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (3)