રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અડદની દાળ ને ૮થી ૧૦ કલાક માટે પલાળી રાખો પછી તેને મીક્સર માં કશ કરી લેવી પાણી જરૂર મુજબ જ લેવું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી ઢાંકી ને રાખી દો અને જ્યારે વડા ગરમ તેલમાં નાખતા પહેલા જ ખાવા. નો સોડા નાખી બરાબર હલાવી લો અને પછી મધ્યમ તાપે તળી લેવા અને બીજા બાઉલ માં પાણી લઈ તેમાં ડુબાડવા પોચા થાય ત્યાં સુધી
- 2
હવે ખજૂર આમલીની ચટણી બનાવવા માટે ૧બાઉલ ખજૂર અને ૧મુઠી આમલી અને ૧કપ ગોળ સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી લાલ મરચું પાવડર નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવી પાણી જરૂર મુજબ લેવું
- 3
હવે લીલી ચટણી બનાવવા માટે ૧કપ કોથમીર સમારીને બરાબર ધોઈ લો પછી તેમાં ૧ લીલું મરચું કટકો આદું અને ૧/૨કપ દાળિયા ૧લીબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧ચમચી ખાંડ નાખી મિક્સરમાં ક્રશ કરી લો અને પછી ચટણી ને કાચ ના બાઉલ માં કાઢી લો
- 4
હવે જીરું ને પણ થવા પર શેકી લો અને ઠંડુ પડે એટલે પાવડર બનાવી લો
- 5
હવે દહીં ને પણ બરાબર હલાવી ને તૈયાર કરી લો પછી સર્વીઞ બાઉલ માં પહેલા વડા પછી તેમાં દહીં પછી આમલી ની ચટણી પછી લીલી ચટણી પછી શેકેલું જીરું પાવડર પછી લાલ મરચું પાવડર નાખીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)