ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)

Dxita Trivedi @dixita_6586
ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળિયામાં પાણી નાખી આઠથી દસ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ના વચ્ચે થી કેક ની જેમ કટ કરી ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો. પછી દહીં ટામેટા કેપ્સીકમ થી પીઝા ની જેમ ડેકોરેટિવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12448706





ટિપ્પણીઓ