વેફર (Waffers Recipe In Gujarati)

Priyanka Shah @cook_22018359
વેફર (Waffers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ની છાલ ઉતારી વેફર પાડી લેવી મેં plain અને ખમણ જીનું એમ બે જાત ની બનાવી છે
- 2
વેફર પડ્યા પછી આખી રાત પાણી માં પલાળી રાખો અથવા ત્યારેજ 5 6 પાણી એ ધોઈ લેવી. મેં રાતે પલાળી અને સવારે 4 5વાર પાણી સાવ ચોખ્ખું થાય ત્યાં સુધી ધોઈ છે.
- 3
હવે ગેસ પર મોટું તાપેલુ પાણી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને એ નાની ચમચી ફટકડી એડ કરી અને વેફર ને 1 થઈ 1.5min માટે બાફી લેવી
- 4
ત્યારબાદ પાણી માંથી કાઢી રેશમી કે કોટન ના કપડાં ઉપર તડકે અથવા છાંયે પંખા નીચે સુકવી લેવી.
- 5
સુકાયેલી વેફર ને 1 ડે તડકો દેખાડવો. અને હવે હળવા ગરમ તેલ માં તળી લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12499783





ટિપ્પણીઓ (3)