નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
# નાયલોન ખમણ
૧ કપ + ૨ ચમચી બેસન, ૧/૨ કપ દહીં, ૧/૨ કપ પાણી નાખી તેમાં આદુ મરચાની પેસ્ટ, ૨ ચમચી તેલ,૧+૧/૨ ચમચી દળેલી ખાંડ, ૨ ચુટકી સોડા,મીઠું તમારા ટેસ્ટ મુજબ,આ બધુ મીક્સ કરી ૧૦ મિનિટ ઢાંકી ને રાખી મૂકવું.
૧૦ મિનીટ પછી તેમાં ૧/૨ ચમચી બેકિંગપાઉડર,૧ ચમચી ઇનો (green colour nu packet) નાખી તરત તેની ઉપર ૧-૨ ચમચી પાણી નાખી તેને બરોબર હલાવવુ.માયક્રોવેવ ને પ્રી હીટ કરવુ તરત જ માયક્રોવેવ મા ગ્નીસ કરેલા બાઉલમા ૩ થી ૪ મીનીટ માટે મૂકી દો. - 2
માઇક્રોવેવ માંથી બહાર કાઢી ૨ મિનીટ પછી તેને બાઉલમાંથી બહાર કાઢી ને કટ કરી લો.
- 3
ખમણ ના વઘાર માટે ૩ ચમચી જેટલું તેલ ગરમ કરવું તેમાં ૧ ચમચી રાઈ,ચપટી હિંગ નાખી સમારેલાં લીલા મરચા, ૧/૨ કપ ખાંડ,૧/૨ કપ પાણી,ટેસ્ટ મુજબ થોડું મીઠું,૧/૨ ચમચી લીંબુ રસ અથવા ચપટી લીંબુ ફૂલ આ ૨ મિનીટ સુધી ગરમ કરવું ખાંડ ઓગળી જાય એટલે આ મિશ્રણ ને ખમણ પર ચમચી થી નાખવું.લીલા ધાણા ઉપર થી નાંખવા સજાવટ માટે.૧૦ મિનીટ સુધીઆ પાણી વાળુ મિશ્રણ ખમણ માં રહેવા દેવું.ત્યારબાદ તેને ખાવાના ઉપયોગમા લેવું. ખમણ ઢોકળા કૂકર માં પણ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)