નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. # ૧ કપ + ૨ ચમચી બેસન
  2. # ૧/૨ કપ દહીં
  3. # ૧/૨ કપ પાણી
  4. # ૧ ચમચી વાટેલું આદુ
  5. # ૧ ચમચી વાટેલું લીલું મરચું
  6. # ૨ ચમચી તેલ
  7. # ૧+૧/૨ ચમચી દળેલી ખાંડ
  8. # ૨ ચૂટકી સોડા
  9. # મીઠું ટેસ્ટ મુજબ
  10. # ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  11. # ૧ ચમચી ઇનો (ગ્રીન પેકેટ લેવું)
  12. # થોડા ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  13. # થોડા ઝીણાં સમારેલાં લીલાં ધાણા ઉપર સજાવટ માટે
  14. # ૧ ચમચી રાઈ
  15. # ૧ ચુટકી હિંગ
  16. # ૧/૨ ચમચી લીંબુ રસ/ ચપટી લીંબુ ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    # નાયલોન ખમણ

    ૧ કપ + ૨ ચમચી બેસન, ૧/૨ કપ દહીં, ૧/૨ કપ પાણી નાખી તેમાં આદુ મરચાની પેસ્ટ, ૨ ચમચી તેલ,૧+૧/૨ ચમચી દળેલી ખાંડ, ૨ ચુટકી સોડા,મીઠું તમારા ટેસ્ટ મુજબ,આ બધુ મીક્સ કરી ૧૦ મિનિટ ઢાંકી ને રાખી મૂકવું.
    ૧૦ મિનીટ પછી તેમાં ૧/૨ ચમચી બેકિંગપાઉડર,૧ ચમચી ઇનો (green colour nu packet) નાખી તરત તેની ઉપર ૧-૨ ચમચી પાણી નાખી તેને બરોબર હલાવવુ.માયક્રોવેવ ને પ્રી હીટ કરવુ તરત જ માયક્રોવેવ મા ગ્નીસ કરેલા બાઉલમા ૩ થી ૪ મીનીટ માટે મૂકી દો.

  2. 2

    માઇક્રોવેવ માંથી બહાર કાઢી ૨ મિનીટ પછી તેને બાઉલમાંથી બહાર કાઢી ને કટ કરી લો.

  3. 3

    ખમણ ના વઘાર માટે ૩ ચમચી જેટલું તેલ ગરમ કરવું તેમાં ૧ ચમચી રાઈ,ચપટી હિંગ નાખી સમારેલાં લીલા મરચા, ૧/૨ કપ ખાંડ,૧/૨ કપ પાણી,ટેસ્ટ મુજબ થોડું મીઠું,૧/૨ ચમચી લીંબુ રસ અથવા ચપટી લીંબુ ફૂલ આ ૨ મિનીટ સુધી ગરમ કરવું ખાંડ ઓગળી જાય એટલે આ મિશ્રણ ને ખમણ પર ચમચી થી નાખવું.લીલા ધાણા ઉપર થી નાંખવા સજાવટ માટે.૧૦ મિનીટ સુધીઆ પાણી વાળુ મિશ્રણ ખમણ માં રહેવા દેવું.ત્યારબાદ તેને ખાવાના ઉપયોગમા લેવું. ખમણ ઢોકળા કૂકર માં પણ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
પર
વડોદરા

Similar Recipes