મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)

#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો.
મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)
#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બાસમતી રાઇસ કુક કરી લો.
- 2
હવે જીણી સમારેલી ડુંગળી,કેપ્સીકમ અને ટામેટાં ખમણેલા અને બાફેલા બટાકા મેસ કરેલાં અને વટાણા બાફેલા લો.
- 3
હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ડુંગળી સમારેલી નાખી સાંતળવું.
- 4
પછી તેમાં હળદર અને લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખી બરાબર મીકસ કરી લો. હવે તેમાં લાલ મરચું ઘાણા જીરૂ પાઉડર અને પાવભાજી મસાલો અને લવીંગ પાઉડર નાખી મીક્સ કરી લો.લવિંગ પાઉડર થીં પુલાવ માં તીખાશ આવશે.
- 5
હવે તેમાં ખમણેલું ટમેટુ નાખી બરાબર હલાવાનું અને ટામેટાં ને ચડવા દેવું.ઉપર તેલ આવી જાય ત્યા સુધી.
- 6
હવે તેમાં કેપ્સીકમ જીણુ સમારેલુ,બાફેલા બટેટા અને વટાણા નાંખી મીક્સ કરી લો.
- 7
બધું બરાબર મીકસ કરી નીમક સ્વાદ અનુસાર અને લીંબુ નો રસ અને ખાંડ નાખી મીક્સ કરી લો.
- 8
ભાજી બરાબર ચડી જાય અને તેલ ઉપર આવી જાય એટલે તેમાં કુક રાઇસ નાખી ટોસ્ટ કરી હળવા હાથે મીકસ કરવું
- 9
હવે તૈયાર છે આપણો ભાજી પુલાવ. ટેસ્ટી અને સ્પાઇસી.ઉપરથી એક ટેબલ ચમચી બટર નાંખી દો.અને કોથમીર સમારેલી નાખી મીક્સ કરી લો.
- 10
તૈયાર મુંબઈયા ભાજી પુલાવ ને થોડું ખમણેલું ચીઝ છાંટી ગરમાગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)
Beautiful 👌