શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 કપચણા નો ક્કરો લોટ
  2. 1/3 કપબેસન
  3. 3 ચમચીચોખા નો લોટ
  4. 1/2 કપદહીં
  5. 3 ચમચીતેલ
  6. 3 ચમચીખાંડ પાઉડર
  7. 8-10મરી
  8. 1 ચમચીસફેદ તલ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1 ચમચીસૂકાં ધાણા
  12. 1 ચમચીવરિયાળી
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વદાનુસાર
  15. 1/4 ચમચીહિંગ
  16. 1/2 ચમચીખાવાનો સોડા
  17. ચપટીલીંબુ ના ફૂલ
  18. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેહલા બધી સામગ્રી તૈયાર કરી લો. ધાણા મરી અને વરિયાળી અધકચરી વાટી લો.

  2. 2

    હવે એક બાઉલ માં બધા લોટ લઈ લો હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. સાથે ખાવાનો સોડા પણ ઉમેરી લો.

  3. 3

    હવે આમાં દહીં ઉમેરી કડક લોટ બાંધી લો.

  4. 4

    વઘારિયા માં 3 ચમચી તેલ લઇ થોડું ગરમ કરી લો અને લોટ ની ઉપર ઉમેરી લો લોટ ને સરસ મસળી લો. તેલ બધું લોટ માં સમય જસે.

  5. 5

    હવે લોટ ને 20 મિનિટ ઢાંકીને સાઇડ માં મૂકી દો. હવે સેવ પાડવાના સંચા માં તેલ ચોપડી તૈયાર કરી લો. (ફુલવાડી માટે જારો આવે છે તમારા પાસે હોય તો એ વાપરવો મારા પાસે નથી એટલે મેં સંચા માં પાડી છે.)

  6. 6

    હવે એક કઢાઈ માં તેલ લઇ ગરમ કરી લો ગેસ ની ફ્લેમ લો મિડિયમ પર રાખવી. અને ફૂલવડી પાડી તળી લો.

  7. 7

    ફૂલવડી પાડયા પછી તરત ફેરવાની નથી જેમ તળાસે એમ એની જાતે છુટ્ટી પડી જશે.

  8. 8

    તૈયાર છે ફૂલવડી. ❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes