રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો,મેદો અને તેલ બરાબર મીક્ષ કરી લો.તેમા કોપરું,બેકિંગ પાઉડર,સોડા,એસેન્સ અને દૂધ ઉમેરી બરાબર મીક્ષ કરી આ બેટર ને 5-10મિનિટ ઢાંકી ને રાખો.
- 2
હવે ત્યાં સુધી ચાસણી બનાવી લો.તેના માટે એક તપેલીમાં પાણી અને ખાંડ ઉમેરી ઉકળવા દો.તેમાં લીંબુ ની એક સ્લાઇસ ઉમેરી ઉકાળી થોડી સ્ટીકી ચાસણી બનાવી લો.
- 3
હવે ઍક બેકિંગ ટ્રે ને તેલ થી ગ્રીસ કરી લઈ તેમાં સહેજ રવો ભભરાવીને બનાવેલ બેટર ને બરાબર હલાવી લઈને ટ્રે મા 1/2 પાથરો હવે તેના પર પિસ્તા પાઉડર અને તજ પાઉડર ભભરાવીને બાકીનું બેટર પાથરી ટ્રે ને બરાબર ટેપ કરી લો.
- 4
હવે ચપ્પુની મદદથી તેના પર ચોરસ કટિંગ માર્ક કરી લઈ.બદામ ના અડધા કટકા ચોતાડી 180 ડીગ્રી પર 20-25 મીનીટ બેક કરી લો.હવે તેને ઓવન માંથી બહાર કાઢી તેને બરાબર કાપી લઈને ગરમ હોય ત્યારે જ બનાવેલી ચાસણી રેડી દો.
- 5
હવે પછી ઠંડું થાય એટલે તેના કટકા કાઢી લઈને એક એરટાઈટ ડબ્બા ભરી લઈને જયારે ઇચ્છા હોય ત્યારે જમો.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)