મેંદુ વડા સંભાર(Mendu vada sambhar recipe in Gujarati)

મેંદુ વડા સંભાર(Mendu vada sambhar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે અડદની દાળને ચારથી પાંચ કલાક માટે પાણી નાખી પલળવા દઈશું ત્યારબાદ બધું પાણી નિતારી તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું જો જરૂર પડે તો જ એક કે બે ચમચી પાણી ઉમેરવું આપણે ખીરુ એકદમ કડક રાખવાનું છે તેમાં ચમચી તેની જાતે ઊભી રહેવી જોઈએ
- 2
હવે દાળને કૂકરમાં પાણી નાખી થોડું મીઠું અને હળદર નાખી બાફી લઈશું ત્યાર બાદ રાઈ જીરૂ હિંગ અને કાંદા ટામેટાં બધું નાખી વઘાર કરી લઈશું ત્યારબાદ તેમાં દાળ ઉમેરી શું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ખાંડ લીંબુ ઉમેરી સંભાર તૈયાર કરીશું
- 3
હવે આપણે ખીરામાં આદુ મરચાની પેસ્ટ મીઠા લીમડાના પાન ઝીણા સમારીને નાખવા મીઠું ઉમેરી એક જ દિશામાં એકદમ ઝડપથી હાથની મદદથી દસ મિનિટ માટે ફેરવવું આ રીતે કરવાથી મેંદુ વડા એકદમ સરસ ફૂલશે તેમાં ઈનો કે સોડા નાખવાની જરૂર પડશે નહીં
- 4
હવે આપણે ડૉયો લઈશું તેને ઉંધો કરીને તેની પર પાણી લગાવી શું ત્યારબાદ તેની ઉપર ખીરું મૂકી ગોળ તે પાપી વચ્ચે આંગળી વડે કાણું પાડવું ત્યારબાદ ડોયા ની મદદથી તેલમાં છૂટું પાડી દેવું ત્યારબાદ તેને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સરસ રીતે તળી લેવું
- 5
હવે આપણે તેની સાથે ટોપરાની ચટણી સર્વ કરીશું મેં અહીં ઇન્સ્ટન્ટ ટોપરાની ચટણી વાપરેલી છે તેમાં માત્ર દહીં ઉમેરવાથી ચટણી તૈયાર થઇ જાય છે તમે આ ચટણી ઘરે પણ બનાવી શકો છો
- 6
તો તૈયાર છે સરસ મજાના મેંદુ વડા સંભાર તો સર્વ કરીશું ઉપર કોથમીર નાખીશું તમે પણ જરૂરથી કરે બનાવજો ખુબ સરસ બનશે
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (25)