ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)

ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પારલે-જી બિસ્કીટને મિકસર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.ત્યારબાદ બિસ્કીટના પાવડરને ચાળી લેવો.તેમાં ૧ મોટી ચમચી બટર,૪ મોટી ચમચી ચોકલેટ સીરપ,૨ ૧/૨ચમચી દળેલી ખાંડ,૧ ચમચી ઈલાયચી પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લેવું.જરૂરીયાત પ્રમાણે દૂધ ઉમેરી લોટ બાંધી લેવો.
- 2
એક બાઉલમાં કોપરાનું છીણ લઇ તેમાં ૧ ૧/૨ ચમચી દળેલી ખાંડ,૧ મોટી ચમચી બટર,૧ નાની ચમચી ઈલાયચી પાઉડર અને જરૂરીયાત મુજબ દૂધ ઉમેરી લાડુ વળે તેવું મિશ્રણ તૈયાર કરવું.હવે પછી એક પ્લાસ્ટિક બેગ અથવા તો બટર પેપર લઈ તેના ઉપર બટર લગાવવું. ત્યારબાદ બિસ્કીટ વાળા મિશ્રણને વેલણની મદદથી વણી લેવું.મિડીયમ થીકનેશ રાખવી.
- 3
ત્યારબાદ ચપ્પુની મદદથી તેને ચોરસ આકારમાં કાપી લેવું. ત્યારબાદ તેની ઉપર કોપરાની છીણવાળું મિશ્રણ એકસરખું પાથરી દેવું.ત્યારબાદ ધીરેથી તેનો રોલ વાળી પ્લાસ્ટિક રેપર અથવા બટર પેપર વડે કવર કરી ૨ કલાક માટે ફ્રીઝરમાં મુકી દેવું.
- 4
બરફી બનાવવા માટે બિસ્કીટના મિશ્રણના એકસરખા ૨ ચોરસ ભાગ કરવા.એક ભાગ ઉપર કોપરાની છીણ વાળું મિશ્રણ એકસરખું પાથરી તેના ઉપર બિસ્કીટના મિશ્રણ વાળો બીજો ભાગ સરળતાથી મૂકી તેને હલકા હાથેથી થોડું દબાવી તેને પણ પ્લાસ્ટિક રેપર અથવા બટર પેપરમાં બરાબર કવર કરી ૨ કલાક માટે ફ્રીઝરમાં મુકી દેવું.ઠંડુ થયા પછી તેના એકસરખા ભાગ કરવા.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ