બાજરીના ઢેબરાં.(bajri na dhebra in Gujarati)

#goldenapron3.0 week 25
મેથીની ભાજીના પણ એટલા જ ગુણ છે ને બાજરી માં પણ ભરપૂર ગુંણ છે તો આજે મેં બાજરી ચણાનો લોટ ને મેથીના ઢેબરાં બનવ્યા છે આમ પણ અત્યારે ચોમાસુ ચાલી રહયુ છે ને વરસાદી વાતાવરણમાં આવો જ ખોરાક લેવો જોઈએ તેમાં મસાલા પણ એવા જ ઉપયોગમાં લઈએ છીએ કે તે પચી પણ જાય ને બધાને ભાવે પણ ખરી તો આજે મેં આ સાત્વિક બનાવવાની કોશિશ કરીછે તો તેની રીત પણ જાણી લો.
આ ઢેબરાં શિયાળામાં પણ બનાવી શકાય છે. શિયાળામાં લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં આવેછે તો તેનોો ઉપયોગ ખુબજ સારા એવો થાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં ચણા નો લોટ નાખી તેમાં બધા મશાલા નાખી મિક્સ કરવા
- 2
હળદર નમક તલ ધાણાજીરું ચપટી હિંગ ને મોંણ માટે તેલ નાખી બરાબર મિક્સ કરવો ત્યારબાદ મેથીની સુકવણી છે તેને પહેલાથી જ મેં પાણીમાં પલાળી હતી જેથી તેમાં કંઈ કચરો કે ધૂળ માટી રહી ગઈ હોય તો તે નીકળી જાય તેને બે વાર ધોઈને પાણી માંથી કાઢીને નિતારીને લોટમાં નાખવી ને હાથથી મિક્સ કરવી. અત્યારે વરસાદ ચાલુ હોવાથી અહીં શાક વાળા પણ ન હતા તેથી મેં મેથીની શુકવણી નો ઉપયોગ કર્યોછે. જો મેથીની ભાજી મળી જાય તો તે પણ લઈ શકાય.
- 3
ત્યારબાદ જરૂર મુજબ પાણીથી લોટ બાંધવો તે ને તેલથી કુંણવવો ને તેના લુવા કરવા તેને પાટલી ઉપર ઘઉંના કોરો લોટ લઈને પાટલી ઉપર વણવો
- 4
ત્યારબાદ લોઢી કે તવી ને લઈને ગેસ ઉપર મૂકીને ગરમ થાય ત્યારે તેમાં આ ઢેબરુ નાખી ને બન્ને બાજુ શેકવુ તે થોડા આગળ ને પાછળ શેકાય પછી તેમાં એક ચમચી તેલ કે ઘી થી શેકવા
- 5
તે ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને નીચે એક થાળી કે ડીશમાં લેવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવા
- 6
આ રીતે બધાં જ ઢેબરાં બનાવી ને શેકવા તે હાથથી પણ ઘડી ને બનાવાય છે ગામડામાં લોકો હાથથી જ બનાવેછે ને વણી ને પણ બનાવાય છે મેં પણ હાથથી બનાવ્યા છે તે પણ એટલાજ સરસ બનેછે તે ઢેબરાં ચા સાથે સારા લાગેછે તેમાં શાકની જરૂર નથી પડતી ને ઠન્ડા થાય ત્યારે પણ દહીં કે ચા કે ઘરનું માખણ સાથે ખુબજ સરસ લાગે છે. ગામડામાં તો ઠન્ડા ઢેબરાં ઉપર દેશી ઘી લગાવીને પણ ખાય છે. તો તૈયાર છે ઢેબરાં
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ