હૈદરાબાદી દહીં પોટેટો

#સુપરચેફ 1
આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે.
હૈદરાબાદી દહીં પોટેટો
#સુપરચેફ 1
આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાની દાળ અને અળદની દાળ મગફળી ના દાણા તમેજ તલ,સૂકાં મરચાં,સૂકાં ધાણા બધું ધીમાં તાપે શેકવા નુ.
- 2
સેકાય જાય એટલે પહેલા ડ્રાય મીકસર જાર માં પીસીલો.પછી તેમાં ટામેટુ,તાજું ખમણેલું નાળિયેર અને લીમડો નાંખી થોડું પાણી નાંખી સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- 3
હવે ડુંગળી ને પણ મીકસર મા પીસી લો ગ્રેવી જેવી.અને નાની બટાકી ને છાલ કાઢી ટૂથપીંક અંદર હોલ કરી લો.હવે ૪ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં બટાકા તળી લો. બટાકા મોટા હોય તો બે પીંસ કરી લેવા.
- 4
હવે વઘેલા તેલ ને ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી તેમજ તજ પત્તા નાખી ડુંગળી પીસેલી નાખી તેમાં હળદર નીમક સ્વાદ અનુસાર નાખી સાંતળવું.
- 5
બરાબર બ્રાઉન થઇ જાય એટલે તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું. હવે પીસેલી ટામેટો અને મસાલા વાળી ગ્રેવી નાખી સાંતળવું તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખી મીકસ કરી લો.હવે તેમાં કસૂરી મેંથી નાખી દો.
- 6
થોડું પાણી નાંખી બરાબર મીકસ કરી તેમાં તળેલા બટાકા નાંખી મીક્સ કરી લો.હવે બે મીનીટ કુક કરવાનું પછી સ્ટવ બંધ કરીને તેમાં મોળું તાજું દહીં નાખી મીક્સ કરી લો.
- 7
દહીં નાખતી વખતે ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું એટલે દહીં ફાટે નહીં. બરાબર હલાવી ને પછી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું.હવે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો અને કોથમીર નાખી મીક્સ કરી લો.
- 8
હવે તૈયાર છે આપણાં હૈદરાબાદી દહીં પોટેટો. ગરમાગરમ સવઁ કરો રોટી,રાઇસ,અથવા નાન સાથે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)