ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)

ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકો લો.તેનામાં મેંદાનો લોટ લો.ત્યાર તેનામાં જરૂર મુજબ મીઠું, સંચળ પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર અને હજમો ઉમેરી મિક્ષ કરી લો.ત્યાર બાદ 1/2 કપ ઘી ઉમેરી બરાબર મિક્ષ કરો.
- 2
ત્યાર બાદ તેનામાં દૂધ ઉમેરી લોટ બાંધી લો.(દૂધ થી લોટ બાંધવાથી પૂરી લાંબો ટાઈમ રહી શકે છે).લોટ બહુ કઠણ પણ નહિ અને બહુ ઠીલો પણ નહિ રાખવો. લોટ બાંધી 10 રેસ્ટ આપવો.
- 3
ત્યાર બાદ લોટના ગૂલા બનાવીને આપણે જેમ રોટલી બનાવીએ તે રીતે વળી લેવાની.આવી રીતે આપણે 4 રોટલી તૈયાર કરી લેવી.(રોટલી ના લેયર તમે ઓછા વધુ કરી શકો છો).રોટલી તૈયાર થઈ જાય પછી સૌ પ્રથમ એક રોટલી લેવી તેના ઉપર ઘી અને આરા લોટ મિક્ષ કરી ને લાગવી લેવું.ત્યાર બાદ તેના પર બીજી રોટલી મૂકવી આ રીતે આપણે 4 રોટલીના લેયર તૈયાર કરી ને પછી રોલ બનાવી લઈશું.ત્યાર બાદ તેને કટ કરી ને હલકા હાથ થી ડાબી લઈશું.અને હલકા હાથે વળી લઈશું. પૂરી વણાઈ જાય ત્યાર બાદ આપણે તેને ધીમા તાપે તળી લઈશું.તો તૈયાર છે આપણી સરસ મજાની ફરશી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (6)