ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબ જાંબુ મિક્સ માં થોડું થોડું દૂધ ઉમેરી સુવાળો લોટ બનાવી. ૫૦ લૂઆ કરો.
- 2
હથેળી માં ઘી લગાવી તિરાડ ના પડે એમ ૫૦ જાંબુ બનાવો.
- 3
જાંબુ ને ધીમા તાપે ૩-૪ મિનીટ સોનેરી રંગના તળી લેવા. ૨-૩ મિનીટ બહાર રાખી ગરમ ચાસણી માં ૨૫- ૩૦ મિનીટ સુધી ડુબાડી રાખો.
- 4
ચાસણી માટે ૭૦૦ મિલી પાણી માં ૭૦૦ ગ્રામ ખાંડ નાખી ૫ મિનીટ સુધી ઉકાળવુ. સ્વાદ માટે ઈલાયચી પાઉડર, કેસર, ગુલાબ જળ ના ટીપા ચાસણી માં નાખવા.
- 5
૩૦ મિનીટ પછી ગુલાબ જાંબુ સવૅ કરવા ડીસ માં કાઢી ઉપર બદામ- પિસ્તા ની કતરણ થી સજાવવુ. ગુલાબ જાંબુ ગરમ તેમજ ઠંડા સવૅ કરવા. તમે પણ બનાવો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13211512






ટિપ્પણીઓ (6)