વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)

વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને બેથી ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખો
- 2
એક કૂકરમાં બે ચમચી ઘી એક ચમચી તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે એમાં જીરૂ તેજ પત્તુ બાડીયું લવિંગ મરી તજ અને ઈલાયચી નાખી ને એક મિનીટ માટે સાંતળી લો સંતળાઈ જાય એટલે એમાં 1 મોટી ડુંગળી સમારેલી નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ડુંગળી ગુલાબી થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ એ સમારેલા લીલા મરચાં નાખીને એને પણ 1/2મિનિટ માટે સાંતળો
- 3
ત્યારબાદ સમારેલા બટાકા સમારેલા ગાજર ફણસી અને કેપ્સીકમ અને વટાણા નાંખી અને એક મિનિટ માટેસાંતળી લો ત્યારબાદ એમાં હળદર ધાણાજીરુ કાશ્મીરી લાલ મરચું મીઠું નાખી મિક્સ કરી લો સરસ થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને 1 મિનિટ માટે સાંતળી લો
- 4
બધું વેજ સરસ સંતળાઈ જાય એટલે એમાં ધોઈને ચોખાને કોરા કરી લો અને એ નાખો અને ચોખાને હળવા હાથે નાખી અને એને મિક્સ કરી લો એકથી બે મિનિટ માટે ચોખાને સાંતળી લો
- 5
ચોખા સરસ સંતળાઈ ગયા બાદ એમાં ગરમ મસાલો નાખો મિક્સ કરી લો દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને કુકર નુ ઢાંકણું બંધ કરી ને બે સીટી મારીને ભાત ને રાંધી લો 2 સીટી પછી કુકર ને ઠંડુ કરી લો ત્યારબાદ ગરમાગરમ મસાલા ભાત ને મસાલા દહીં સાથે અથાણા સાથે અને પાપડ સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ