ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)

ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખાને ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો
- 2
ત્યાર બાદ એક કૂકરમાં બે ચમચી ઘીને ગરમ કરો કે ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો જીરું તતડી જાય એટલે એમાં તેજ પત્તુ તજનો ટુકડો ઈલાયચી અને બાદિયા નાખો અને એક મિનિટ માટે સાંતળી લો
- 3
ત્યારબાદ કાજુ નાખો અને કાળી દ્રાક્ષ નાખો અને એને પણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખો અને ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો
- 4
ડુંગળી ગોલ્ડનથઈ જાય એટલે એમાં ફણગાવેલા મગ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખીને 2 મિનિટ માટે ઘી માં સાંતળી લો ત્યારબાદ ધોઇને કોરા કરેલા ચોખા નાખો અને એને પણ એક મિનીટ માટે સાંતળી લો ગરમ મસાલો નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને કુકર નું ઢાંકણું બંધ કરીને મીડીયમ ફ્લેમ પર 1 સીટી મારીને કુકર ને ઠંડુ થવા દો
- 5
કુકર ઠંડુ થાય એટલે ગરમાગરમ પુલાવ ને લીલા ધાણા થી ગાર્નીસ કરીને કઢી સાથે સર્વ કરો...તો તૈયાર છે ફણગાવેલા મગ નો પુલાવ...
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)