મકાઈનું શાક (Makai Nu Shak Recipe In Gujarati)

#વેસ્ટ
અહીં મે મકાઈના ટુકડા કરીને લીધેલા છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
મકાઈનું શાક (Makai Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ
અહીં મે મકાઈના ટુકડા કરીને લીધેલા છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને નાના ટુકડામાં બાફી લો પછી થોડી મકાઈને ક્રશ કરી લો અને થોડી મકાઈના દાણા કાઢી લો ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલ મૂકો તેમાં ચપટી હિંગ મૂકી સુકા મરચા તેમજ તજ નો કટકો મૂકો પછી તેમાં કાપેલા ડુંગળી અને ટામેટાં સાંતળો ત્યારબાદ તેમાં આદુ અને લસણની કડી ઉમેરો ત્યારબાદ થોડી વાર તેને સાંતળો હવે તેને થોડી વાર ઠંડુ થવા દો
- 2
હવે તેને મિક્સર જાર માં ક્રશ કરી લો ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો પછી નોન-સ્ટીક પેનમાં 2 ચમચી તેલ મૂકી ચપટી હિંગ મૂકો અને આ પ્યુરી ને તેમાં નાખો થોડીવાર તેને ઉકળવા દો ત્યારબાદ તેમાં હળદર મરચું પાઉડર ગરમ મસાલો ખાંડ બાફેલા બટાકા ની પેસ્ટ તેમજ બાફેલી મકાઈ ની પેસ્ટ મકાઈના દાણા અને બાફેલું બટાકું ખમણી ને નાખો
- 3
આ બધું નખાઈ ગયા બાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને થોડી વાર ચઢવા દો દસેક મિનીટ થઈ ગયા બાદ તેમાં મુકાઈ ના ટુકડા ઉમેરો 10 થી 15 મિનિટ ઉકાળવું તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરો
- 4
તૈયાર છે આપણું મકાઈનું શાક
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)