મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના કકરા લોટ માં 1 ચમચો ઘી અને એક ચમચો દૂધ નાખી ધાબો દેવો.પછી આ લોટ ને ચારણીથી ચાળી લેવો. લોટમાં કણી પડે એ રીતે ચાળવો.પછી એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં ચાળવો લોટ નાખી શેકવૉ.ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકવું.લોટ શેકાઇ જાવા આવે ત્યારે તેમાં માવો ખમણી ને નાખવો. પછી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો પછી બીજા વાસણમાં 500 ગ્રામ ખાંડ નાખવી અને ખાંડ ડૂબે એટલું પાણી મૂકવું પછી દોઢથી બે તારની ચાસણી થઈ ત્યાં સુધી ઉકાળવું પછી ગેસ બંધ કરી દેવો પછી આ ચાસણી મા ઇલાયચી પાઉડર અને કેસર નાખી હલાવવું.
- 2
પછી આ ચાસણી ને શેકેલા લોટ મા ઉમેરવી અને ઘટ થાય ત્યાં સુધી હલાવવું. પછી એક થાળી મા ઘી લગાવી તેમાં ઢાળવુ.
- 3
પછી તેના પર બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવીને ડેકોરેશન કરવુ.ઠંડુ થાય પછી પિસ્તા કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13440438








ટિપ્પણીઓ