ચોકલેટ કોકોનટ રોલ (Chocolate coconut roll Recipe In Gujarati)

Đeval Maulik Trivedi @cook_25844017
ચોકલેટ કોકોનટ રોલ (Chocolate coconut roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટને ક્રશ કરી લો. મલાઈમાં દળેલી ખis મિક્સ કરીને તૈયાર રાખો. ખાંડને ઓગાળી દો. તેના ૨ સરખા ભાગ કરી લો ત્યારબાદ બિસ્કીટ પાવડરમાં ડ્રિંકિંગ ચોકલેટ મિક્સ કરો. તેમાં ખાંડવાળી મલાઈ ઉમેરી લોટ જેવો લુવો બનાવો. તેવી જ રીતે બીજા બાઉલમાં કોપરુ લઇ તેમાં મલાઇ નાખી ગોળો બનાવો.
- 2
ત્યારબાદ તેના રોટલા વણી લો. પહેલા ચોકલેટ વાળો રોટલો રાખો તેની ઉપર કોપરાવાળો રોટલો મૂકો.
- 3
ત્યારબાદ તેનો રોલ વાળી દો. બંને બાજુથી કવર કરી દો.
- 4
તેને ૧૫ મિનિટ ફ્રીઝમાં સેટ થવા દો. ત્યારબાદ ફ્રીજમાંથી બહાર કાઢી તેના કાપા પાડી લો. તૈયાર છે.તેને ફ્રીજમાં ૧ અઠવાડીયા સુધી રાખી શકાય છે. ખૂબ જ ઇઝી અને ટેસ્ટી બને છે.
- 5
મે મારી ફ્સ્ટ રેસીપીઆ મૂકી છે. કેમકે હું આ જ રેસીપી પોતે પણ નાનપણમાં ફ્સ્ટ શીખી છું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492422










ટિપ્પણીઓ (10)