મેંદુવડા(menduwada recipe in gujarati)

મેં આજે મારી રેસીપી આપણા મેમ્બર ધરતી કલ્પેશ પંડ્યાને અનુસરીને બનાવી છે. મારી રીતે થોડો ફેરફાર કર્યા છે.
મેંદુવડા(menduwada recipe in gujarati)
મેં આજે મારી રેસીપી આપણા મેમ્બર ધરતી કલ્પેશ પંડ્યાને અનુસરીને બનાવી છે. મારી રીતે થોડો ફેરફાર કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળને 4થી 6 કલાક પલાળી રાખો.
- 2
ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી,જીરુ, ઝીણો સમારેલો લીમડો અને કોથમીર અને સ્વાદ મુજબ મીઠું એડ કરો.
- 3
બીજી બાજુ તુવેરની દાળમાં મીઠું ચપટી હળદર અને ટમેટું નાખી બાફી લો.
- 4
દાળને ક્રશ કરી ઉકાળો તેમજ રેગ્યુલર મસાલા નાખો. બીજી બાજુ દાળ માટે વધાર મૂકો તેમા બધાં ખડા મસાલા નાખી વધારમાં દાળ ઉમેરી ઉકળવા દો.
- 5
દાળમાં આંબલી અને ગોળનું પાણી પણ ઉમેરો.
- 6
જેમ દાળ ઉકળશે તેમ સારી બનશે. છેલ્લે તે માં કોથમીર અને સાંતા સાંભાર મસાલો નાખો.
- 7
ગરમ તેલમાં મેંદુવડાં ઉતારો. ભીના હાથ કરી તેમજ ભીની આંગળી કરી કાણું પાડી વડા ઉતારો.
- 8
નાળીયેરની ચટણી અને સાંભાર સાથે પીરશો.☺️🙏
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (4)