ધુંગારી માં કી દાલ (Dhungari Maa ki Dal Recipe In Gujarati)

#નોર્થ
માં કી દાલ, કાલી દાલ, માહ કી દાલ પંજાબીઓ ની સ્પેશ્યલ દાલ..
પંજાબ માં અડદ ની દાળ ને માહ કી દાલ કહેવાય છે પણ ઘણા આ દાળ ને માં કી દાલ પણ કહે છે.. મા ના હાથે પ્રેમ થી બનેલી દિલ માં કી દાલ..
આ દાલ સાથે તંદૂરી રોટી અને રાઈસ સર્વ થાય છે. મેં દાલ માં ધુંગાર આપી ને ધુંગારી માં કી દાલ બનાવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની ફોતરાવાળી દાળ, મસૂર દાળ અને ચણા દાળ ને ધોઈ ને અડધો કલાક પલાળવી. પલાળેલા રાજમા ઉમેરવા.
- 2
કુકરમાં બધી દાળ છીણેલું આદુ, તજ,મીઠુ અને ખાવાનો સોડા નાખી 3-4 સીટી વગાડવી.
- 3
એક પેનમાં તેલ-ઘી મૂકી જીરૂ ઉમેરવું જીરૂ તતડે એટલે કાંદા ઉમેરવા.
કાંદા થોડા સોફ્ટ થાય એટલે ટમેટાં અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી. બધા મસાલા અને મીઠુ ઉમેરી સરખું સાંતળવું. - 4
દાળ ઉમેરી થોડી મેશ કરી લેવી. ધીમા તાપે 10-15 મિનિટ ઉકાળવું.
- 5
છેલ્લે મલાઈ ઉમેરી 5 મિનિટ ઉકાળવી.
- 6
ધુંગાર આપવા માટે કોલસો ખૂબ જ ગરમ કરવો.
દાળ માં વચ્ચે કાંદા નું પડ મૂકી ઉપર ગરમ કોલસો મૂકવો, ઉપર થી એક ચમચી ઘી નાખી તરત જ ઢાંકણ ઢાંકી દેવું. - 7
દસ મિનિટ પછી ઢાંકણ ખોલી થોડી મલાઈ અને કોથમીર ઉમેરી તંદૂરી રોટી અથવા ભાત સાથે માં કી દાલ સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકો બીટ બાઇટ્સ (Choco Beet bites recipe in gujarati)
- હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
- પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
- ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
- જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)

ટિપ્પણીઓ (8)