શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)

પાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.
પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.
અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને સૌથી પહેલાં ચાળી ને સાફ કરી લેવાં. જો, તાપ આવતો હોય તો, મોટા પહોળા વાસણ કે તગારામાં મુકી તપાવી લેવાં,એનાં થી પૌંઆ સરસ કડક થઈ જસે. તમે એને ગરમ ઓવન માં થોડી વાર રાખી ને પણ કડક કરી સકો છો,કે પછી તમે એને ગેસ પર તાવડી માં રાખી હલકા હાથે થી હલાવી ને કડક કરી સકો છો. આ પૌંઆ બહુ પતલાં હોય છે. એટલે હલાવતી વખતે ખુબ ધ્યાન રાખવું. હંમેશા હલકા હાથ થી જ હલાવવાં એટલે બહુ તુટી ના જાય. મેં ઓછી કેલેરી થાય એટલે પાપડ ને સેકી ને સીધાં છે, તમે ઇચ્છો તો તળેલા પાપડ પણ વાપરી સકો છો.
- 2
સૌથી મહત્વ ની વસ્તુ પાપડ પૌંઆ માં એ છે કે, એક જ વાર માં મસાલો કરી મીક્ષ કરી લેવાં, જેથી બહુ વાર પૌંઆ ને હલાવવા ના પડે. બહુ વાર હલાવસો તો આ નાયલોન પૌંઆ નો ભુકો થઈ જસે;અને બહુ તૂટેલા પૌંઆ ખાવાની મઝા નહી આવે. હવે, એક મોટા વઘારીયાં માં તેલ લો. તેલ ને જરા ગરમ થવા દો.
- 3
હવે એ ગરમ તેલ માં અજમો અને હીંગ ઉમેરો. અજમો જરા તતડે એટલે હળદર તેલ માં ઉમેરી ગેસ બંધ કરી દો. બધું તેલમાં સરસ મીક્ષ કરી લો.
- 4
એ ગરમ તેલનાં મીક્ષ ને કડક કરેલાં પૌંઆ ઉપર ચારે બાજુ રેડી દો. મીઠું અને ખાંડ ઉમેરો. પાપડ માં ઓલરેડી મીઠું હસે એટલે એ રીતે મીઠું સાચવી ને મીઠું ઉમેરવું. બધું સરસ મીક્ષ કરી લો.
- 5
હવે, સેકેલાં પાપડને હાથ થી તોડી ને નાનાં ટુકડાં કરો. અને એ ટુકડાં ને પૌંઆ માં ઉમેરી દો. જોડે સફેદ મરચું પણ ઉમેરો. બધું હલકા હાથ થી હલાવી મીક્ષ કરી લો. તો તૈયાર છે, પાપડ પૌંઆ. ઠંડા પડે એટલે ડબ્બા માં ભરી લો.
- 6
આ પાપડ પૌંઆ ખુબ જ ઝડપથી બની જાય છે. આ બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે બધા ને ખુબ જ ભાવે છે. તમે પણ બનાવી ને જરુર થી જોજો.
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)