ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#GA4
#Week23

જેમાં છે,
ઇન્સ્ટન્ટ ભાજી(ભાજીપાવની) ટોસ્ટ,
સેઝવાન પનીર ટોસ્ટ,
ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ
અને,
નટેલા ફ્રૂટી ટોસ્ટ.

બધા એકદમ સુપર યમી😋 અને ફટાફટ બની જાય તેવા છે.
જલ્દીથી બનાવી શકાય અને લાઇટ ડીનર કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય તેવું એક સરસ ઓપ્શન છે. તો તમે પણ આ ટ્રાય કરી જુઓ 👍🏻...

ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)

#GA4
#Week23

જેમાં છે,
ઇન્સ્ટન્ટ ભાજી(ભાજીપાવની) ટોસ્ટ,
સેઝવાન પનીર ટોસ્ટ,
ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ
અને,
નટેલા ફ્રૂટી ટોસ્ટ.

બધા એકદમ સુપર યમી😋 અને ફટાફટ બની જાય તેવા છે.
જલ્દીથી બનાવી શકાય અને લાઇટ ડીનર કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય તેવું એક સરસ ઓપ્શન છે. તો તમે પણ આ ટ્રાય કરી જુઓ 👍🏻...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 8મોટી વ્હીટ બ્રેડ
  2. 2-3 ટેબલ સ્પૂનબટર
  3. 2ચીઝ સ્લાઇસ
  4. 🔸️ભાજી સ્ટફીંગ,
  5. 2નાના બટાકા
  6. 1મોટી ડુંગળી
  7. 1ટામેટું
  8. 1/2કેપ્સીકમ
  9. 1 ટીસ્પૂનવાટેલું લસણ
  10. 1 ટીસ્પૂનસમારેલા મરચાં
  11. 3-4 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  12. 1 ટેબલ સ્પૂનભાજીપાવ નો મસાલો
  13. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 🔸️સેઝવાન પનીર સ્ટફીંગ,
  16. 50-60 ગ્રામછીણેલું પનીર
  17. 1/2કેપ્સીકમ
  18. 1નાની ડુંગળી
  19. 1 ટીસ્પૂનસમારેલા મરચાં
  20. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  21. 1-2 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  22. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. 🔸️ચીઝ ચીલી કોર્ન સ્ટફીંગ,
  25. 100 ગ્રામમોઝરેલા ચીઝ ના નાના ટુકડા
  26. 1 નંગપ્રોસેસ્ડ ચીઝ ક્યુબ
  27. 2 ટેબલ સ્પૂનઅમેરિકન મકાઈના દાણા
  28. 1 ટેબલ સ્પૂનસમારેલા મરચાં
  29. 1 ટીસ્પૂનવાટેલું સૂકું લસણ
  30. 1/2 ટીસ્પૂનઓરેગાનો
  31. 1/2 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  32. 🔸️નટેલા ફ્રૂટી માટે,
  33. 3 ટેબલ સ્પૂનનટેલા ચોકલેટ સ્પ્રેડ
  34. 4-5સ્ટ્રોબેરી
  35. 8-10લીલી દ્રાક્ષ
  36. 8-10કાળી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપહેલા બટાકા અને અમેરિકન મકાઈના દાણા ને બાફી લો. બાફેલા બટાકાની છાલ નીકાળી મસળીને રાખો. બીજી બધી સામગ્રી તૈયાર રાખો. ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ ને ચોપરમાં ચોપ કરી લો કે ઝીણું સમારીને રાખો.

  2. 2

    🔸️ભાજી ટોસ્ટ માટે, એક બાઉલમાં બાફેલું બટાકું, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું, કેપ્સીકમ, વાટેલું લસણ, મરચાં, કોથમીર, ભાજીપાવ નો મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું નાખી હલાવી મિક્સ કરી લો. એક બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર સ્પ્રેડ કરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

  3. 3

    🔸️સેઝવાન પનીર ટોસ્ટ માટે, એક બાઉલમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં, કોથમીર, સેઝવાન સોસ, મીઠું, ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લો. બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર પાથરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

  4. 4

    🔸️ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ માટે, એક બાઉલમાં મોઝરેલા ચીઝ ના નાના ટુકડા, છીણેલું પ્રોસેસ્ડ ચીઝ, બોઇલ કોર્ન, સમારેલા મરચાં, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો. બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર પાથરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

  5. 5

    ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો.

  6. 6

    બાકીની 2 બ્રેડ પર બટર અને નટેલા ચોકલેટ સ્પ્રેડ લગાવો. ઉપરથી ચીઝ સ્લાઇસ ને પટ્ટી માં કટ કરી મૂકો.

  7. 7

    ચારે પ્રકારની રેડી થયેલી બ્રેડ ને પ્રિહિટેડ ઓવનમાં 10-15 મિનિટ માટે બેક કરો. બધું વેજીટેબલ સેમીકુક થશે. ચીઝ બેક થશે અને બ્રેડ મસ્ત કડક ને ક્રિસ્પી થઇ જશે. નટેલા વાળી બ્રેડ પર બેક થયા પછી કટ કરેલું ફ્રૂટ્સ ગોઠવી દો.

  8. 8

    તો બહુ જ જલ્દીથી વધારે મહેનત કે કાંઇપણ વધારે રાંધ્યા વગર આ રીતે 4 ટાઇપના ટોસ્ટ તૈયાર છે. તેને બ્રેકફાસ્ટ માં કે લાઇટ લંચ, ડીનર માટે બનાવી શકાય. બેક થાય તેવા ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes