રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને એક કડાઈમાં ગરમ કરવા માટે મૂકો. પ્રથમ આપણે ફાસ્ટ ગેસ જ રાખવાનો છે.
- 2
દૂધ ગરમ થાય એટલે તાવેથા ની મદદથી તેને હલાવતા રહો. જેથી કરીને નીચે બેસી ન જાય.એક વાટકી ચોખા, દૂધ મુકતા પહેલા 1/2કલાક પહેલા પલાળી દેવા. પછી તેને ખાંડી લેવા.
- 3
દૂધ ઊકળે એટલે તેમાં ચોખા એડ કરો, ચોખા એડ કર્યા બાદ ફાસ્ટ ગેસ પર જ આપણે કરવા દેવાનું છે. ચોખાનો દાણો નીચે બેસી ન જાય.
- 4
અડધો કલાક પછી ચોખા બરાબર રીતે ગળી જાય પછી આપણે ખાંડ એડ કરવાની છે.. ઇલાયચી પાઉડર કરી લો, કાજુ બદામની કતરી કરી લો. દૂધને ઉકળવા દો.
- 5
15 મિનિટ પછી ગેસ ને મીડીયમ આંચ ઉપર રાખો. હવે તેમાં કાજુ બદામની કતરી એડ કરો. દુધ ને ઉકળવા દો. 15 મિનિટ પછી તમને આછો બદામી કલર નું દૂધ લાગશે આ તમારો દૂધપાક તૈયાર. હવે તેમાં ઇલાયચી પાઉડર એડ કરો. પાંચ મિનિટ માટે ઉકાળી જાય એટલે ગેસને બંધ કરી દો.
- 6
પછી થોડી થોડી વારે હલાવીને ઠરવા દો, ઠરી જાય પછી એક તપેલીમાં કાઢી ફ્રીઝરમાં મૂકી દો જેથી કરીને ઠંડો થઈ જાય. પછી જમવા સમયે સર્વ કરો. આ તમારો દૂધ પાક તૈયાર. આમ દૂધ આપણે એક કલાક ફીટ ઉકાળવાનું રહે છે. હવે પૂરી, બટેટાનું શાક, ભજીયા, ચટણી,સમોસા,સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (4)