કારેલા પૂરી (Karela puri Recipe in Gujarati)

Sunita Shailesh Ved @cook_25284469
કારેલા પૂરી (Karela puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો
- 2
હવે તેમાં૩ ચમચી તેલ,લાલ મરચું,હળદર,વાટેલું જીરું અને મીઠું નાખો
- 3
પાણી થી કઠણ લોટ બાંધો
- 4
હવે નાના નાના લુઆ બનાવી પૂરી વણી લ્યો,પછી વચ્ચે થી એવી રીતે લાંબા કાપા પડો કે કિનારી બંધ રહે,હવે તેનો રોલ વાળી ને બંને સાઇડ દબાવી ને બંધ કરો,આમ બધી પૂરી વણી ને ૧ કલાક માટે સૂકવવા માટે રાખો
- 5
હવે એક કડાઈમાં મિડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો,તેમાં એક સાથે ૩_૪ પૂરી નાખી ને આછી ગુલાબી થાય ત્યાં સુધી તળી લ્યો,તો તૈયાર છે કરેલા પૂરી,અમાં કરેલા ક્યાંય વપરાતા નથી પણ એનો આકાર કારેલા જેવો હોવાથી તે કરેલા પૂરી કહેવાય છે,તો ફ્રેન્ડ્સ ચાલો તેને લાલ,લીલી ચટણી તથા ચા સાથે સર્વ કરીએ!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13635925









ટિપ્પણીઓ (5)