રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કપ ચણાના લોટ ને ચારણી વડે એક મોટા બાઉલ માં ચાળી લો.
- 2
ચણાના લોટમાં સુજી, આદુ અને લીલા મરચા ની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, હવેજ, હળદર, કાળા મરી નો પાઉડર, હાથ વડે ક્રસ કરીને મેથીદાણા ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમા થોડું તેલ, વરીયાળી, તલ, દળેલી ખાંડ, સમારેલી કોથમીર તથા દહીં ભેળવી મિક્સ કરો.
- 4
તૈયાર થયેલ મીશ્રણ માં થોડું-થોડું પાણી ઉમેરી તેની થોડી જાડી પેસ્ટ તૈયાર કરી તેમાં લીંબુનો રસ અને બેકીંગ સોડા ભેળવી ને મીશ્રણ તૈયાર કરો.
- 5
તૈયાર થયેલ મીશ્રણ ને તેલ માં (મીડીયમ આચ પર) ગોલ્ડન-બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લો. પછી તેને લીલી ચટણી અને આંબલી ચટણી સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13757093













ટિપ્પણીઓ (4)