કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક (Kathiyawadi Guvar Dhokli Recipe In Gujarati)

Harsha Parekh @cook_26359188
કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક (Kathiyawadi Guvar Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં ચણાનો લોટ લેવો તેમાં મીઠું મરચું ધાણાનો ભૂકો હળદર ગરમ મસાલો ખાંડ લીંબુ તેલ પાણી બ હાલો onlineધુ સ્વાદ અનુસાર લેવું થોડી કોથમીર પણ લેવી
- 2
પછી તે બધા મિશ્રણને ઢોકળાના ખીરા જેવું બનાવવું
- 3
પછી તેને થાળીમાં પાથરી ઢોકળી બનાવી
- 4
એક કૂકરમાં તેલ મુકવું તેમાં તજ બાદિયા તેજપાન વાટેલા લસણ જીરુ નાખીને સોતળવું પછી તેમાં હિંગ હળદર મીઠું નાખીને હલાવવું હવે તેમાં ગુવાર ઉમેરો હવે તેમાં મરચાં નો ભૂકો ધાણા નો ભૂકો ગરમ મસાલો અને મિક્સ કરવું પછી તેમાં દોઢથી બે ગ્લાસ પાણી નાખો કુકર મે બંધ કરી બે થી ત્રણ સીટી વગાડવી
- 5
હવે કૂકરને ખોલવું પછી તેમાં બનેલી ઢોકળીના નાના પીસ કરી કુકરમાં ઉમેરવા જરૂર હોય તો પાણી ઉમેરવું અને પછી એક સીટી વગાડવી
- 6
ગરમાગરમ ગુવાર ઢોકળી નું શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13788117

















ટિપ્પણીઓ