ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)

ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી તેને ગરમ થવા દો ત્યારબાદ પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા ઉમેરીને બરાબર બફાવા દો.તેને ૨૫-૩૦ મીનીટ સુધી બફાવી તેને ચકાસણી કરી લો કે બફાઈ ગયેલા છે કે નહીં તે કાચા નહિ લાગે તો પાસ્તા બફાઈ ગયેલા છે.
- 2
અવે એક ચારણી કે મોટી ગરણી લઈ તેમાં પાસ્તા લઈ તેનું પાણી ગાળીને પાસ્તા પર ઠંડુ પાણી રેડી તેને ધીમે ધીમે ઉછાળો જેથી તે એક બીજા થી ચોંટે નહીં અને છૂટું પડે.
- 3
અવે પેણીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો અને ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટોમેટો સોસ અને ચીલી સોસ નાખી હલાવો ત્યારબાદ તેમાં મીઠું, મરચું અને પાસ્તા મસાલો નાખી ૨-૩ મીનીટ સુધી થવા દો ત્યારબાદ તેમાં ઝીણેલુ ચીઝ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરીને તેને હલાવી લો અને ૨-૩ મીનીટ થવા દો.
- 4
અવે ગરમ ગરમ પાસ્તા પ્લેટમાં લઈ લો અને સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ