રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાની બટાટી ને ધોઈ ને કૂકર માં પાણી ભરી ને મૂકી દો.. 1 સિટી વગાડી લો.. કૂકર ખૂલે એટલે બટાટી ને બહાર કાઢી એની છાલ કાઢી લો.. કાંટા અથવા ટુથ સ્ટીક થી એના પર કાના પાડી દો.. જેથી મસાલો એમાં ભળે બરોબર..
- 2
કાંદા અને ટામેટા ને મોટા સમારી લો..મિકક્ષર માં ગ્રેવી કરી લો.. એમાં લસણ લાલ સૂકું મરચું સાથે એડ કરી લો..
- 3
એક પેન લો.. એમાં પેલા થોડું તેલ ઉમેરો.. તેલ ગરમ થાય એટલે એમાં નાની બટાટી ને શેકી લો.. એમાં એક ચમચી લાલ મરચું પાઉડર, એક નાની ચમચી હળદર એક નાની ચમચી મીઠું એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી ધીમા તાપે હલાવી લો.. મસાલો કડક થાય ત્યાં સુધી... થઈ જાય એટલે એક ડિશ માં અલગ કાઢી સાઇડ માં મૂકી દો..
- 4
એજ પેન માં થોડું તેલ ઉમેરો.. એમાં 1 ચમચી જીરું, 4 લવિંગ, 4 મરી આખા 2 તમાલપત્ર નાખી 2 મિનિટ હલાવો.. કાંદા ની ગ્રેવી ઉમેરી 2 મિનિટ થવા દો.. ટામેટા ની ગ્રેવી ઉમેરી બરોબર હલાવી એમાં બધો મસાલો.. જેમ કે. 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1 નાની ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો પાઉડર 1 ચમચી કસ્તુરી મેથી. નાખી હલાવી લો.. કાચ વાળુ ઢાંકણું ઢાંકી મિડિયમ તાપે ગ્રેવી ને 10 મિનિટ ઘટૃ થવા દો.. ઉપર થી 1 ચમચી બટર ઉમેરો..
- 5
એક પ્લેટ માં ગ્રેવી કાઢી ઉપર થી બટાટી ઉમેરી લો.. કોથમીર નાખી સર્વ કરો.. નાન, પરાઠા રોટી, ભાત સાથે ખૂબ ટેસ્ટ ટી લાગે છે.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ