ભરેલા મરચા(Stuffed Chilli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાડી લો.પછી તેમાં ધાણાજીરૂ,હળદર,મીઠું, સ્વાદાનુસાર, ૧ કટકો ગોળ,૧ ચમચી તેલ,થોડી કોથમીર છાંટી ને લોટ બાંધી લેવો.
- 2
પછી મરચા માં વચે થી ૧ આકો મારી તેમાં લોટ ભરી લેવાનો.
- 3
પછી ૧ ચાયની માં મરચા ને મૂકી દેવા.પછી ૧ તપેલી માં ૧/૨ ગ્લાસ પાણી ઉકળવા મુકો.પછી ઉકડી જઈ એટલે ચાયનિ ને મૂકી દો બાફવા માટે.અને ઉપર ઢાંકણ ઢાંકી દો.
- 4
૧૦ મિનિટ પછી ચાઈની ને કાઢી લો.મરચા બરાબર રીતે બફાઈ જાય એટલે એને કાઢી લો.
- 5
પછી ૧ કડાઈ માં ૨ ચમચી તેલ લઇ તેમાં ૧ ચપટી રાઈ,જીરૂ,મેથી ના ૨-૪ દાણા,૧ ચપટી હિંગ.પછી તેમાં બાફેલા મરચા ને નાખી ને ૨મિનિટ માટે વઘાર સાથે મિક્સ કરવા.
- 6
તો તૈયાર છે આપણા યમ્મી ભરેલા આખા મરચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225205


















ટિપ્પણીઓ (4)