કંદ ખીર(Kand kheer recipe in Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
કંદ ખીર(Kand kheer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંદ ની છાલ ઉતારી લો. અને પછી બેઉ બાજુ ની સાઇડ કાપી લો. ત્યાર બાદ ટુકડા કરો મીડીયમ સાઈઝ ના.
- 2
હવે વરાળ થી બાફી લો. મતલબ સ્ટીમ કરી લો. 15-20 મિનિટ માં બફાય જશે.
- 3
હવે આ બધા ને મેષ કરી લો. એકદમ સરસ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટ ને સેવ ગાંઠિયા ના મશીન માં ભરી લો.
- 4
હવે એક કડાઈ માં 2 કપ દૂધ ઉમેરો. તેમાં 1 કપ ખાંડ ઓગાલો. ખાંડ ઓગળી જાય એટલે મશીન થી પેસ્ટ ઉમેરો દૂધ માં. મશીન થી ઉમેરવાથી કંદ ના રુછા મશીન માં રહી જાય છે.
- 5
હવે સતત ચલાવતા રહો દૂધ ને. અને બધું સરખું મિક્સ કરો. 2 મિનિટ પછી ડ્રાય ફ્રુટ ઉમેરો.
- 6
10 મિનિટ પછી ઘટ્ટ થશે દૂધ. સતત ચલાવતા રહો. 15-20 મિનિટ પછી એકદમ ખીર સરસ બની જશે.
- 7
તમારે ખીર ને ઘાટી આછી રાખવી હોય એ રીતે તમે દૂધ નું માપ લઈ શકો છો.
- 8
તો તૈયાર છે તમારી કંદ ની ખીર. એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246015













ટિપ્પણીઓ (10)