તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને ઝીણા સમારી લેવા ત્યારબાદ લીલી તુવેર કુકરમાં 70% બાફી લેવી બાફતી વખતે મીઠું નાખવું
- 2
હવે એક પેનમાં તેલને ગરમ કરવા મૂકો તેલ થોડું ગરમ થાય એટલે તેમાં બધા ખડા મસાલા નાખવા
- 3
પછી લીલું લસણ નાખવું લીલુ લસણ થોડું ચડી જાય એટલે તેમાં લસણ આદુની પેસ્ટ અને ઝીણા સમારેલા મરચાં નાખવાં એ પણ ચડી જાય એટલે તેમાં ડુંગળી નાખવી
- 4
ડુંગળી સરખી ચડી જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા ટામેટા ચડી જાય અને તેલ છૂટું પડી જાય પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લાલ મરચું પાઉડર નાખવું
- 5
હવે તેમાં મીઠું તથા ગરમ મસાલો ધાણાજીરું નાખી અને સરખું હલાવી નાખો તુવેર બાફતી વખતે મીઠું નાખેલું હોવાથી મીઠું ધ્યાન મુજબ નાખવું
- 6
હવે લીલી તુવેર નાખી અને હલાવી લેવું અને હવે થોડીવાર ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દેવું તો તૈયાર છે લીલી તુવેર ના ટોઠા ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી કોથમીર અને સેવ થી ગાર્નીશ કરો જેને તમે બ્રેડ રોટલા રોટલી કોઈની પણ સાથે ખાઈ શકો છો આ શાક ખૂબ જ ટેસ્ટી આને બોડી માં ગરમાવો આવે એવું હોય છે😋😋😋😋🥗🥗🥘🥘🥘
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (3)