મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MW4
#cookpadindia

મૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.
વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 2કપ મૂળા ભાજી સાથે કાપેલા
  2. 2ચમચા તેલ
  3. 2ચમચા ચણા નો લોટ
  4. 1ચમચી લાલ મરચું
  5. 1/4ચમચી હળદર
  6. 1/2ચમચી ધાણાજીરું
  7. ચપટી હિંગ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મૂળા ને ધોઈ ને ભાજી સાથે સુધારી લો.

  2. 2

    તેલ ગરમ મુકો અને હિંગ મૂકી મૂળા ભાજી વધારો. થોડી વાર આંચ તેજ રાખી પકાવો પછી આંચ ધીમી કરી, ઢાંકી ને 2-3 મિનિટ રાંધો.

  3. 3

    ત્યાર બાદ બધા મસાલા અને મીઠું નાખો. જો બહુ સૂકું લાગે તો આ સમયે થોડું પાણી નાખી દેવું.થોડી સેકન્ડ રાંધવું.

  4. 4

    હવે,ચણા નો લોટ નાખી સરખું ભેળવી દેવું અને ધીમી આંચ પર 2-3 મિનિટ રાંધવું. પછી આંચ બન્ધ કરવી.

  5. 5

    ગરમ ગરમ પીરસો.લોટવાળા શાક ને તરતજ પીરસવું. વેહલે થી કરી ન લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes